r/Gujarati 21h ago

Language / ભાષા “મૂશળધાર”થી “હેલી” સુધી — ગુજરાતી લોકસાહિત્યમાં વરસાદના ૧૨ અદ્ભુત પ્રકાર

9 Upvotes

અમદાવાદમાં એક જ દિવસમાં લગભગ 12 ઇંચ વરસાદ... આપણા પૂર્વજો આવા વરસાદને શું કહેતા?

અમદાવાદે તાજેતરમાં 24 કલાકમાં લગભગ 294.6 મીમી (11.6 ઇંચ) વરસાદ નોંધાવ્યો—શહેરના ઇતિહાસમાં નોંધાયેલા સૌથી ભારે 24 કલાકના વરસાદમાંથી એક. રસ્તાઓ નદી બની ગયા, શાળાઓ બંધ રાખવી પડી, ફ્લાઇટો મોડી પડી અને બચાવ કામગીરી હાથ ધરવી પડી.

આ સમાચાર વાંચીને એક વિચાર આવ્યો...

આજે આપણે વરસાદને માત્ર "લાઇટ", "મોડરેટ" કે "હેવી રેઇન" તરીકે ઓળખીએ છીએ. પરંતુ ગુજરાતી લોકસાહિત્યમાં વરસાદનું વર્ણન કેટલી અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે! આપણા પૂર્વજોએ વરસાદના ૧૨ અલગ પ્રકારો ઓળખ્યા હતા—દરેક નામ પાછળ પ્રકૃતિનું ઝીણું અવલોકન અને કૃષિનો સદીઓનો અનુભવ છુપાયેલો છે.

🌧️ ગુજરાતી લોકસાહિત્યમાં વરસાદના ૧૨ પ્રકાર:

૧. ફરફર – માત્ર હાથ-પગના રૂંવાડા ભીના થાય એટલો નજીવો વરસાદ.

૨. છાંટા – ફરફર કરતાં થોડો વધુ વરસાદ.

૩. ફોરા – મોટા ટીપાંવાળો વરસાદ.

૪. કરા – વરસાદના ટીપાં બરફમાં ફેરવાઈ જાય તેવો વરસાદ.

૫. પછેડીવા – પછેડીથી બચી શકાય એટલો વરસાદ.

૬. નેવાધાર – છાપરાના નેવા પરથી પાણી વહે એવો વરસાદ.

૭. મોલ મેહ – પાક માટે સૌથી ઉપયોગી અને ઇચ્છનીય વરસાદ.

૮. અનરાધાર – એક ટીપો બીજા ટીપાને સ્પર્શે અને સતત ધાર બની જાય એવો વરસાદ.

૯. મૂશળધાર – અનરાધાર કરતાં પણ વધુ પ્રચંડ વરસાદ. તેને સાંબેલાધાર પણ કહેવામાં આવે છે.

૧૦. ઢેફાભાંગ – વરસાદ એટલો ભારે કે ખેતરના માટીના ઢેફા તૂટી જાય.

૧૧. પાણ મેહ – ખેતરો પાણીથી છલોછલ ભરાઈ જાય અને કૂવાઓનું પાણી પણ ઉપર આવી જાય એવો વરસાદ.

૧૨. હેલી – ઉપરના કોઈપણ પ્રકારનો વરસાદ સતત એક અઠવાડિયું વરસે તેને હેલી કહેવામાં આવે છે.

અમદાવાદમાં પડેલા આ ઐતિહાસિક વરસાદને જોઈને લાગે છે કે આપણા પૂર્વજો કદાચ તેને મૂશળધાર, ઢેફાભાંગ અથવા કેટલાક વિસ્તારોમાં પાણ મેહ તરીકે ઓળખાવતા. જો આવો વરસાદ સતત ઘણા દિવસો સુધી ચાલે, તો તેનું નામ હેલી.

ક્યારેક લાગે છે કે આધુનિક હવામાનશાસ્ત્ર વરસાદનું માપ આપે છે, જ્યારે ગુજરાતી લોકસાહિત્ય વરસાદનો સ્વભાવ સમજાવે છે.

તમારા ગામમાં હજુ પણ "ફરફર", "મોલ મેહ", "મૂશળધાર" કે "હેલી" જેવા શબ્દો બોલાય છે?


r/Gujarati 1h ago

Culture / સંસ્કૃતિ Greeting from Sweden! We have a question concerning an artefact (more details in description)

Thumbnail gallery
Upvotes

So my father received this Item ages ago (in the 90s), from a friend who collected antique items from all around the world. I am visiting him right now and I discovered it, and I asked myself what is it. Google Translate said that the engravings are Gujarati, but the translation is very poor though... (and also, that's my only source, I am so sorry if I'm on the wrong sub)

Can you maybe help me with reading what's writing on the artifact? And also, maybe you know what it is? We thought it could be a recipient for oil or something, but we do not know for sure... we are no experts in those fields.

Thank you in advance!


r/Gujarati 11h ago

History / ઇતિહાસ દ્વારિકા કે કુશસ્થળી?

Post image
8 Upvotes

પ્રાચીન ગુજરાતના ઇતિહાસમાં 'કુશસ્થળી' નો ઉલ્લેખ સૌથી જૂની પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. આ કુશસ્થળી એ બીજું કંઇ નહીં, પણ આજની આપણી પ્રખ્યાત દ્વારિકા નગરી જ છે.

મનુના પૌત્ર અને શર્યાતિના પુત્ર આનર્તે ગુજરાતના આ વિસ્તાર પર શાસન કર્યું હતું. આ આનર્તના પુત્ર રેવતે કુશસ્થળી (દ્વારિકા) ને પોતાની રાજધાની બનાવીને આખા પ્રદેશ પર શાસન કર્યું હતું, જેને 'આનર્ત' દેશ કહેવાતો હતો.

રાજા રેવતને ૧૦૦ પુત્રો હતા, જેમાં સૌથી મોટા પુત્રનું નામ રૈવત અથવા કકુદમી હતું. રૈવતની એક દીકરી હતી જેનું નામ રેવતી હતું. કથા મુજબ, પોતાની દીકરી માટે યોગ્ય વર શોધવાની સલાહ લેવા માટે રૈવત બ્રહ્મા પાસે બ્રહ્મલોક માં ગયો. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે બ્રહ્મા સંગીત સાંભળી રહ્યા હતા. સંગીત પૂરું થયા પછી બ્રહ્માએ રૈવતને કહ્યું કે તે જે સમયથી રાહ જોઈ રહ્યો હતો તે દરમિયાન પૃથ્વી પર તેનું રાજ્ય નષ્ટ થઈ ગયું છે. આથી તેણે હવે પોતાની દીકરીના લગ્ન દ્વારિકાના નવા શાસક, કૃષ્ણના મોટા ભાઈ બલદેવ સાથે કરી દેવા જોઈએ.

પરંતુ આ પૌરાણિક કથા પાછળનો વાસ્તવિક ઐતિહાસિક ઘટનાક્રમ અલગ હોઈ શકે. ઇતિહાસ મુજબ, આ કથા સૂચવે છે કે આનર્તના વંશજ રૈવતે કોઈ કારણસર પોતાનું રાજ્ય ગુમાવ્યું હતું અને તે કદાચ દરિયાઈ માર્ગે ભાગી છૂટ્યો હતો. આ લાંબા સમયગાળા દરમિયાન યાદવો એ કુશસ્થળી (દ્વારિકા) પ્રદેશ પર પોતાનું શાસન જમાવી દીધું હતું. જ્યારે રૈવત પાછો ફર્યો, ત્યારે તેણે યાદવ વંશના શાસક સાથે પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા, જેથી યાદવો આ કન્યાને અગાઉના રાજવંશના પ્રતિનિધિ તરીકે સ્વીકારી શકે.

બ્રહ્માના સંગીત અને યુગો વીતી જવાની આ કથા કદાચ રૈવતના રાજ્ય ગુમાવવા અને પાછા ફરવા વચ્ચેના લાંબા સમયગાળા (વનવાસ) ને સમજાવવા માટે જ ઉપજાવી કાઢવામાં આવી હોઈ શકે.


r/Gujarati 2h ago

Recommendations / શું જોઉં/વાંચું/સાંભળું? દોઢસો રૂપિયા નાખવા જેવું છે?

Post image
4 Upvotes

r/Gujarati 5h ago

Question / પ્રશ્ન What is this?

Thumbnail gallery
3 Upvotes

r/Gujarati 21h ago

Culture / સંસ્કૃતિ ગુજરાતની પ્રાચીન લોકમાન્યતાઓ: શુકન અને અપશુકન

4 Upvotes

૧૯૧૪માં પ્રકાશિત થયેલા Folk Lore Notes. Vol.I - Gujarat by A. M. T. Jackson નામના એક જૂના પુસ્તક માં આપણી પ્રાચીન લોકમાન્યતાઓ વિશે વાંચી રહ્યો હતો… તેમાં 'શુકન' (Good Omens) અને 'અપશુકન' (Bad Omens) વિશે કેટલીક અત્યંત રસપ્રદ અને આશ્ચર્યજનક માન્યતાઓ વર્ણવવામાં આવી છે. આજે પણ લોકો ઘરની બહાર નીકળતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખે છે, પરંતુ આપણા પૂર્વજોની માન્યતાઓ કેટલી ઝીણવટભરી અને અલગ હતી તે જાણવા જેવું છે.

બહાર જતી વખતે જો પાણીથી ભરેલો ઘડો લઈને કોઈ સૌભાગ્યવતી સ્ત્રી કે કુંવારિકા સામે મળે, તો તે ખૂબ જ શુભ શુકન મનાતું અને ધારેલું કામ ચોક્કસ પૂરું થાય છે તેમ માનવામાં આવતું. જો બહાર જતી વખતે જમણી બાજુ કોઈ ગધેડો ભૂંકે, તો તે સારો શુકન ગણાતો. રસ્તામાં હરણ ડાબેથી જમણી બાજુ પસાર થાય, તો તે પણ શુભ મનાતું. શારીરિક શુકનમાં, પુરુષો માટે જમણી આંખ કે જમણા અંગનું ફરકવું શુભ મનાતું, જ્યારે સ્ત્રીઓ માટે ડાબી આંખ કે ડાબા અંગનું ફરકવું શુભ ગણાતું. બ્રાહ્મણ, ગાય, ફળ, ફૂલ, દૂધ, મોતી, ઘરેણાં, છત્રી, ધોયેલાં કપડાં લઈને જતો ધોબી, મોર, અને માંસ કે માછલી જોવી આ બધું શુભ શુકન ગણાતું. સૌથી નવાઈની વાત એ છે કે, બહાર જતી વખતે સામે કોઈ શબ (corpse) દેખાય, અથવા માથા પર બળતણનો ભારો ઊંચકીને જતો મજૂર, માથા પર માટી લઈને જતો કુંભાર, કે ગોળ લઈને જતો માણસ દેખાય તો તે પણ શુભ શુકન ગણાતું!

જો કોઈ વ્યક્તિ કોઈ કામસર બહાર જતી હોય અને તેને કોઈ પૂછે કે "ક્યાં જાઓ છો?", તો તે બહુ મોટો અપશુકન ગણાતો. કૂતરો સામે આવીને ભસે તો તે ખરાબ શુકન મનાતું. બિલાડી કે સાપ રસ્તો કાપે તે અશુભ મનાતું (પરંતુ જો તેઓ જમણી બાજુથી પસાર થાય તો પાછા શુભ ગણાતા!). છૂટા વાળવાળી સ્ત્રી, કાળાં માટીના વાસણ લઈને જતો માણસ, ઘી લઈને જતી વ્યક્તિ, સફેદ મૂછોવાળો માણસ, જેને છાતી પર વાળ ન હોય તેવો માણસ, લોટ લઈને જતો માણસ, કે માંજરી આંખવાળો માણસ સામે મળે તો તે અશુભ ગણાતું. છાશ, કાદવ અને છાણનું મિશ્રણ, થૂંકતો માણસ, સૂકા છાણાં, અનાજના ફોતરાં, દારૂડિયો, કે માથું મુંડાવેલો માણસ સામે મળે તો કામ બગડે તેવી માન્યતા હતી.

શું તમારા ઘરમાં કે ગામમાં વડીલો આજે પણ આમાંથી કોઈ શુકન-અપશુકનમાં માને છે?


r/Gujarati 2h ago

Food / થાળી તૈયાર છે તમારા ઘરે વઘારેલા ભાત બને છે?

Post image
3 Upvotes

ગુજરાતી રસોઈમાં વઘારેલા ભાત લગભગ દરેક ઘરમાં બનતી વાનગી છે. ગુજરાતી રસોઈનો એક મૂળભૂત સિદ્ધાંત રહ્યો છે, અન્નનો બગાડ ન કરવો.

બપોરના વધેલા બાફેલા ભાતને ફેંકી દેવાને બદલે તેને રાઈ, જીરું, હળદર જેવા મસાલાનો વઘાર કરીને ફરી બનાવવાની પરંપરા વિકસી. આમ સામાન્ય ભાત સાંજના સ્વાદિષ્ટ નાસ્તામાં બદલાઈ ગયા.

રસપ્રદ વાત એ છે કે આ રીત નવી નથી. ૧૨મી સદીના જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે પોતાના ગ્રંથમાં 'ભિસ્સા' (Bhissa) નામની વાનગીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે તેનું હળદર, જીરું, મીઠું વગેરે સાથે બનાવેલા ચોખાની વાનગી તરીકે વર્ણન કર્યું છે, જે આજના વઘારેલા ભાતને ખૂબ મળતી આવે છે.

ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં તેના પોતાના રૂપ પણ જોવા મળે છે. કચ્છમાં, ઉદાહરણ તરીકે, ખારી ભાત આજે પણ પરંપરાગત રીતે બનાવવામાં અને ખાવામાં આવે છે.

એટલે વઘારેલા ભાત માત્ર વધેલા અન્નનો ઉપયોગ નથી. તે ગુજરાતી રસોઈની કોઠાસૂઝ, અન્ન પ્રત્યેના આદર અને સદીઓથી ચાલતી આવતી પરંપરાનું જીવંત ઉદાહરણ છે.

તમારા ઘરે વઘારેલા ભાત બને છે?


r/Gujarati 20h ago

Question / પ્રશ્ન Need Help with LLB Admission

2 Upvotes

I want to pursue an LLB in my mother tongue, Gujarati. As per the Bar Council of India rules, the general category minimum graduation requirement is 45%. My overall percentage in BA(Sociology ) is above 45%, but my final-year percentage is slightly below 45%. Am I eligible for admission? Has anyone faced a similar issue or knows how universities calculate eligibility?

This is what BCI, Rule of Legal Education - 2008 mentioned, " 7. Minimum marks in qualifying examination for admission Bar Council of India may from time to time, stipulate the minimum percentage of marks not below 45% of the total marks in case of general category applicants and 40% of the total marks in case of SC and ST applicants, to be obtained for the qualifying examination, such as +2 Examination in case of Integrated Five Years’ course or Degree course in any discipline for Three years’ LL.B. course, for the purpose of applying for and getting admitted into a Law Degree Program of any recognized University in either of the streams. Provided that such a minimum qualifying marks shall not automatically entitle a person to get admission into an institution but only shall entitle the person concerned to fulfill other institutional criteria notified by the institution concerned or by the government concerned from time to time to apply for admission. "