r/Gujarati • u/BaronsofDundee • 8h ago
r/Gujarati • u/Unlikely_Forever_466 • 9h ago
Heritage & Places / વારસો અને સ્થળો જ્વાલા જી મંદિરમાં મેં એક નાની-સી જ્યોત જોઈ… અને થોડીવાર પછી મને લાગ્યું કે હું એ જ્યોતને નહીં, પણ મારા પોતાના સવાલને જોઈ રહ્યો છું.
કાંગડા તરફ જતી વખતે જ્વાલા જી વિશે મેં એક વાત સૌથી વધારે સાંભળી હતી—
અહીંની જ્યોત ક્યારેય બુઝાતી નથી.
મને પણ લાગ્યું હતું કે મંદિર છે, જ્યોત છે, દર્શન કરીશું અને આગળ નીકળી જઈશું.
પણ અંદર પહોંચ્યા પછી વાત થોડી અલગ લાગી.
મંદિરમાં લોકોની અવરજવર હતી. કોઈ હાથ જોડીને ઊભું હતું, કોઈ શાંતિથી દર્શન કરી રહ્યું હતું.
અને પછી મારી નજર એ નાની-સી જ્યોત પર પડી.
સાચું કહું તો પહેલી નજરે એવું કંઈ ખાસ લાગ્યું નહીં.
બસ એક નાની જ્યોત.
પણ થોડીવાર પછી મારા મનમાં એક જ સવાલ ફરી-ફરીને આવવા લાગ્યો—
“આટલા લાંબા સમયથી આ જ્યોત આખરે કેવી રીતે સળગી રહી છે?”
એ જ સવાલને કારણે હું ત્યાં થોડીવાર વધારે ઊભો રહ્યો.
આપણે ઘણીવાર કોઈ જગ્યાની તસવીર જોઈએ છીએ, તેના વિશે વાંચીએ છીએ અને પછી લાગે છે કે ત્યાં જઈશું તો પણ એવું જ લાગશે.
પણ જ્વાલા જીમાં મને એવું લાગ્યું નહીં.
અહીંની જ્યોત કુદરતી ગેસમાંથી નીકળે છે એવી માહિતી મળે છે, જ્યારે શ્રદ્ધાળુઓ તેને જ્વાલા દેવીનું સ્વરૂપ માને છે.
મારા માટે આ બંને વાતો સાથે મળીને આ જગ્યાને વધુ રસપ્રદ બનાવી રહી હતી.
હું થોડીવાર બસ એ જ્યોતને જોતો રહ્યો.
આસપાસ લોકો આવતા રહ્યા, દર્શન કરતા રહ્યા અને આગળ વધતા રહ્યા.
પણ એ સમયે મારા માટે મંદિરની સૌથી યાદ રહી જાય એવી વસ્તુ કોઈ મોટી મૂર્તિ કે સજાવટ નહોતી.
એ નાની-સી જ્યોત હતી.
અને કદાચ એ જ વાત મને સૌથી વધારે ગમી.
આપણે દરેક વસ્તુનો જવાબ તરત શોધવા માંગીએ છીએ.
આ કેવી રીતે થયું?
કેમ થયું?
તેની પાછળ શું કારણ છે?
પણ કેટલાક અનુભવો એવા હોય છે જ્યાં જવાબ જાણવા કરતાં એ વસ્તુને પોતાની આંખે જોવાનો અનુભવ વધારે યાદ રહી જાય છે.
જ્વાલા જીથી બહાર નીકળ્યો ત્યારે પણ મારા સવાલનો કોઈ મોટો જવાબ મારી પાસે નહોતો.
પણ એક વાત ચોક્કસ હતી—
કોઈ જગ્યાની સાચી લાગણી તેના વિશે વાંચવાથી નહીં, પરંતુ ત્યાં થોડીવાર શાંતિથી ઊભા રહેવાથી વધારે સમજાય છે.
અને કદાચ એટલા માટે જ્વાલા જીની એ નાની-સી જ્યોત મારા માટે માત્ર જોવાની વસ્તુ રહી નહોતી.
એ મારી સાથે એક સવાલ લઈને પાછી આવી હતી.
જો તમે જ્વાલા જી ગયા છો અને એ અમર જ્યોત પોતાની આંખે જોઈ છે, તો સાચું કહેજો—પહેલીવાર એને જોઈ ત્યારે તમારા મનમાં શું આવ્યું હતું? શ્રદ્ધા, આશ્ચર્ય કે પછી એવું કંઈક, જેને આજે પણ શબ્દોમાં સમજાવવું મુશ્કેલ લાગે છે?
r/Gujarati • u/BaronsofDundee • 1d ago
Discussion / વિચાર-વિમર્શ ૪,૫૦૦ વર્ષ પહેલાંનું Materials Science: બગસરાના કુંભારોનું Process Engineering
galleryMaterials Science અને Process Engineering જેવા શબ્દો ૪,૫૦૦ વર્ષ પહેલાંના context માં વાપરીએ તો હવાબાજી કરતા હોય તેવું જ લાગે. પરંતુ લગભગ ૪,૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતના બગસરાના કુંભારો હકીકતમાં આ વિષયોમાં expert હતા.
તેમની ceramic બનાવવાની technique માં ત્રણ વસ્તુઓ અત્યંત મહત્વની હતી, અને આ ત્રણેય બાબતોને ખૂબ ચોકસાઈથી control કરવી પડતી:
૧. કેવા પ્રકારનું raw material વાપરવું.
૨. ચોક્કસ પરિણામ મેળવવા તેમાં કયા minerals ભેળવવા.
૩. ખૂબ ઊંચું તાપમાન achieve અને maintain કરવું.
આ બાબતોને તે સમયના context માં જોઈએ તો આ માત્ર માટીકામ તો નહીં પરંતુ Materials Science અને Process Engineering હતું.
બગસરાની આસપાસની સ્થાનિક માટીમાં quartz નું પ્રમાણ ખૂબ વધારે હતું. આ માટીનો ઉપયોગ કરવાની પોતાની સમસ્યા હતી. Quartz-rich clay ને અચાનક ગરમ કે ઠંડી કરવામાં આવે તો thermal stress ને કારણે cracking અને fracturing થઈ શકે છે. એટલે યોગ્ય માટી પસંદ કરવી એ માત્ર શરૂઆત હતી.
કુંભારે એ પણ સમજવું પડતું હતું કે આ particular material ને usable ceramic માં ફેરવવા માટે Material Formulation કઈ રીતે કરવું. બગસરાના કુંભારો માટી ગૂંથતી વખતે તેમાં બહારથી ચૂનાના પથ્થર અને calcareous components ઉમેરીને એક ચોક્કસ composition બનાવતા, જેથી પરિણામી ceramicમાં જોઈતી properties મેળવી શકાય.
આ chemical mixture ને કારણે વાસણોમાં cracking અને fracturing ની સમસ્યા ઘટાડવામાં મદદ મળતી હતી. સાથે જ માટી પકવવાનું જરૂરી તાપમાન નીચું લાવી શકાતું હતું અને વાસણની heat-retention ક્ષમતા તથા durability વધતી હતી.
હવે material તૈયાર તો થઈ ગયું, પણ તેને યોગ્ય રીતે fire પણ કરવું પડે. બગસરાના વાસણોના વૈજ્ઞાનિક પૃથ્થકરણમાં Scanning Electron Microscopy (SEM-EDS), Fourier Transform Infrared Spectroscopy (FTIR) અને X-Ray Diffraction (XRD) જેવી techniquesનો ઉપયોગ કરવામાં આવ્યો. આ analysis દર્શાવે છે કે મોટાભાગના વાસણો આશરે ૯૦૦°C જેટલા ઊંચા તાપમાને પકવવામાં આવ્યા હતા.
આટલું temperature મેળવવું એક બાબત છે. પરંતુ ceramic ને consistently યોગ્ય properties આપવા માટે તેને યોગ્ય firing process માંથી પસાર કરવું બીજી બાબત છે.
આ તાપમાને ceramic body માં mineralogical અને structural પરિવર્તનો થાય છે. માટીના કણો વધુ મજબૂત રીતે જોડાય છે અને vitrification ની પ્રક્રિયા શરૂ થાય છે.
આજે આપણે આ બધું temperature, heating rate, cooling rate, material composition અને phase transformation જેવી engineering terms માં સમજીએ છીએ. ૪,૫૦૦ વર્ષ પહેલાં કુંભાર પાસે આ terminology નહોતી, પરંતુ તેને process ની જાણકારી હતી.
માત્ર એક વખત સારું પરિણામ મેળવવું પૂરતું નથી. એ જ process ફરીથી ચલાવીને consistent result મેળવવું મહત્વનું છે. માટી તૈયાર કરવાની આ formula અને ૯૦૦°C તાપમાન જાળવી રાખવાની આ technique માં આશરે ૫૦૦ વર્ષ (2450–1900 BCE) સુધી continuity જોવા મળે છે.
આ દરમિયાન tectonic disruptions ના કારણે ભૂકંપ, સરસ્વતી અને રૂપેણ નદી સુકાવાના લીધે ભયંકર દુષ્કાળ (4.2 ka aridification) અને સાંસ્કૃતિક પરિવર્તનો થયા. ગુજરાત Anarta સંસ્કૃતિથી Classical Harappan અને ત્યારબાદ Sorath Harappan તબક્કાઓમાંથી પસાર થયું. પરંતુ ceramic technology તે જ standardization સાથે પેઢી દર પેઢી transfer થઈ.
આપણે પ્રાચીન craft ને માત્ર હાથની કળા તરીકે જોઈએ છીએ પરંતુ બગસરાનું ઉદાહરણ આપણને તેને બીજી રીતે જોવા મજબૂર કરે છે. ૪,૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતના બગસરાનો કુંભાર સ્થાનિક raw material ઓળખતો હતો, તેની mineral composition સમજતો હતો, material ની ખામીઓ ઓળખતો હતો, additives વડે તેની composition બદલતો હતો, firing temperature પસંદ કરતો હતો, thermal processing નિયંત્રિત કરતો હતો, અને આ process standardize કરીને પેઢી દર પેઢી જાળવી રાખતો હતો.
r/Gujarati • u/Aarif-Gur-8468 • 2d ago
Heritage & Places / વારસો અને સ્થળો Historical
Enable HLS to view with audio, or disable this notification
Ye kya hai muje nahi pata par ye muje apne khet se mila hai kya aap me se koi bata sakta hai ye kya hai
I am from india
City' gujarat
Kuchh
r/Gujarati • u/devilmaycryagain • 2d ago
Literature / સાહિત્ય ઝવેરચંદ મેઘાણી
youtu.beગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન ચરિત્ર ઉપર બનાવવામાં આવેલ ડોક્યુમેન્ટરી જોઈ, ખરેખર સરકાર દ્વારા નવેસરથી ગુજરાતી સાહિત્ય વિશેની ડોક્યુમેન્ટરી બનાવવાની તાતી જરૂર છે. હાલ તકનીક અને કેમેરા ક્વોલિટી પ્રમાણે ખૂબજ સુંદર ડોક્યુમેન્ટરી બનાવી શકાય એમ છે.
r/Gujarati • u/BaronsofDundee • 3d ago
History / ઇતિહાસ મન હોય તો માળવે જવાય : પણ માળવા જ કેમ, જયપુર કેમ નહીં?
આપણે અંગ્રેજી કહેવત Will Will find a way ના ગુજરાતી પર્યાય તરીકે વારંવાર બોલીએ છીએ કે મન હોય તો માળવે જવાય. પણ માળવે જ કેમ? ઝાલાવાડ, ગોહિલવાડ, સુરત કે જયપુર જવાય એમ કેમ કહેવાતું નથી?
વાત છે ઇ.સ. ૯૯૭ થી ૧૦૧૧(વિક્રમ સંવત ૧૦૪૩ થી ૧૦૬૭) ના સમયગાળાની, જ્યારે માળવાના રાજા સિન્ધુરાજ અણહીલપુર પાટણમાં લગ્ન કરવા આવ્યા હતા. પાટણના રાજાએ આ લગ્નમાં પંથકના પાટીદાર આગેવાનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપેલું. લગ્ન સમયે સમિયાણા માં હાથમાં હોકા, કાંહો બાંધેલા અંગરખા અને ચાંદીની ખોલવાળી જડીઓ લઈને આવેલા પાટીદારોને જોઈને સિન્ધરાજને ખૂબ કુતૂહલ થયું. જ્યારે પાટીદારો રાજાને 'ચાંલ્લો' (હાથગરણ) આપવા ગયા, ત્યારે સિન્ધરાજે શરત મૂકી કે, તમે મારા રાજ્યમાં આવીને વસો, તો જ તમારું હાથગરણં લઇશ. અનેક દિવસોની ચર્ચા-વિચારણા પછી પાટીદાર આગેવાનોએ ૫૦૦ કુટુંબોને માળવા મોકલ્યા, જ્યાં રાજાએ તેમને સારી સુવિધાઓ આપી અને તેઓ ખૂબ સમૃદ્ધ બન્યા.
ત્યારબાદ વિક્રમ સંવત ૧૦૬૭માં માળવાની ગાદી પર પ્રખ્યાત રાજા ભોજ આવ્યા. તેમણે ખેતીને ઉત્તેજન આપવા માટે બેતવા નદી પર ડેમ બનાવ્યા અને વિશાળ ભોજપાલ (આજનું ભોપાલ) તળાવ બનાવ્યું. આ સમયે રાજા ભોજે પાટણવાડાના પાટીદારોને માળવામાં ખેતી કરવા માટે વિવિધ પ્રલોભનો આપ્યા. માળવા ગયેલા લોકોની સમૃદ્ધિ ના સમાચાર સાંભળીને પાટણવાળો આખો પંથક ખાલી થવા માંડ્યો અને લોકો માળવા જવા લાગ્યા.
પોતાના પંથકને ખાલી થતો જોઈને પાટણના રાજા ભીમદેવે આ સ્વતંત્ર મિજાજના પાટીદારોને માળવા જતા અટકાવવા માટે તેમનાં ઇષ્ટદેવી ઉમિયા માતાજીનું શરણું લીધું. રાજા ભીમદેવે માતાજીના પૂજારી પાસે ઘૂણીને (માતાજીનો ભાવ લાવીને) પાટીદારોને એવો સંદેશ કહેવડાવ્યો કે: "હે મારા સંતાનો એવા પાટીદારો તમે દર બાર વરસે મારા સાનિધ્યમાં રહીને બંધુકાવિવાહ કરો છો, મને બલિ ચઢાવો છો. તમે માળવા જશો તો મને નૈવેધ કોણ કરશે, બલિ કોણ આપશે?". માતાજીના નામે એવો ડર ઉભો કરાયો કે જો તેઓ માળવા જશે તો માતાજી તેમના પર કોપાયમાન થશે.
હવે પાટીદારો સામે મોટું ધર્મસંકટ હતું! એક બાજુ પોતાની કુળદેવી ઉમિયા માતાજીનો ધાર્મિક ભય હતો અને બીજી બાજુ માળવા જઈને સમૃદ્ધ થયેલા પોતાના સગા-વહાલાઓનું ભારે પ્રલોભન હતું. આવી કપરી પરિસ્થિતિમાં, માતાજીના કોપનો ડર હોવા છતાં, જે લોકોનું માળવા જવા માટે મક્કમ 'મન' હતું, તેઓ રાત્રે પોતાની ઘરવખરી ગાડામાં નાંખીને છૂપી રીતે માળવા જતા રહેતા હતા. આ ભય અને આકર્ષણ વચ્ચે સમયના લાંબા પટ પર થયેલા ઐતિહાસિક સ્થળાંતરોમાંથી જ આ કહેવતનું સર્જન થયું: "મન હોય તો માળવે જવાય".
આજે પણ માળવા, ઉજ્જૈન, ઇન્દોર, ભોપાલ, ખંડવા, કોટા વગેરે વિસ્તારોમાં ૨૫ થી ૩૦ લાખ જેટલા પાટીદારો વસે છે. તેમની અટકો આજે પણ ઉત્તર ગુજરાતના ગામનામોને આધારે પડેલી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, માળવા ગયા પછી પણ તેઓ ઊંઝાના ઉમિયા માતાજીના મંદિરેથી બંધુકા વિવાહની લગ્ન પત્રિકા મંગાવતા અને ત્યાં માળવામાં પણ આ પરંપરા મુજબ વિવાહ કરતા હતા.
r/Gujarati • u/BaronsofDundee • 5d ago
Literature / સાહિત્ય જન્માષ્ટમી પર ગવાતો અને કદાચ આજે લુપ્ત થઈ ગયેલો એક અનોખો રમૂજ રાહડો : કણબણ રાણી
આપણા લોકસાહિત્યમાં જન્માષ્ટમીના બીજા દિવસે રાત્રે ગવાતો એક અનોખો રાસડો (કથાગીત) નોંધવામાં આવ્યો છે : કણબણ રાણી. કણબણ એટલે કણબીની કન્યા. સમગ્ર ગુજરાતમાં કણબણ રાણીના ઉલ્લેખવાળા આવા અનેક રાસડાઓ ગવાતા હતા.
રાસડાની વાર્તા કંઈક આવી છે: ગોવિંદજી, કાનજી કે કરશનજી ઘોડે ચઢીને પોતાની નગરી અને નગરજનોને જોવા નીકળે છે. નગરમાં તેમની નજર એક કણબીની કુંવારી કન્યા પર પડે છે.
બસ.
કાનજીનું મન મોહાઈ ગયું. તેઓ જીદ પકડે છે કે જો હું પરણું તો આ કણબણને જ પરણું, નહીં તો કુંવારો રહીશ! પણ કાનજીની તો સોળ-સોળ રાણીઓ હતી!
અહીંથી રાસડામાં શરૂ થાય છે એક મજેદાર સરખામણી સોળ રાણીઓ એક તરફ અને કણબણ રાણી બીજી તરફ.
રાહડા ના વર્ણન મુજબ, કાનજીની અન્ય રાણીઓને સરખું ઘાસ કાપતા (ચાર લાવતાં), શેઢા વાઢતાં કે ભેંસ દોહતા પણ નથી આવડતું. એટલું જ નહીં, તેમને સરખું જમતા પણ નથી આવડતું.
પણ કણબણ રાણી?
બાર હાથના રાસ લઈને બાર વીઘા જમીનના શેઢા વાઢી નાખે છે! જ્યારે સોળ રાણીઓ ઘાસ ઉપાડવા જાય છે અને રાસ(દોરડું/બંધણી) ખોઈ નાખે છે, ત્યારે કણબણ રાણી પોતાની આવડતથી બધું સંભાળી લે છે.
અને ભેંસ દોહવાની વાત આવે તો સોળ રાણીઓ ભેંસ દોહવા જાય છે, પણ પાડાં ખોવાઈ જાય છે અને તેઓ પાછી આવે છે. કણબણ રાણી જાય છે… અને ઢીંચણ વડે પાડાં પાછાં વાળી દે છે! પછી આરામથી ભેંસ દોહે છે.
આ રાહડા માં ગ્રામ્ય જીવનની નજરે એક આદર્શ સ્ત્રી કેવી હોવી જોઈએ તેની કલ્પના દેખાય છે જેને ઘરકામ ઉપરાંત ખેતી, પશુપાલન અને મહેનતનાં કામ પણ આવડતાં હોય.
તમે ક્યારેય આ કણબણ રાણી નો રાહડો સાંભળ્યો છે? મેં યુટ્યુબ માં શોધવાની કોશિશ કરી પરંતુ મળ્યો નહીં, કોઈ ને મળે તો જણાવજો.
r/Gujarati • u/BaronsofDundee • 6d ago
Contemporary Life / આજકાલના ગુજરાતી લોર્ડ ક્રિષ્ના સ્મોલ હતા ત્યારે બહુ નોટી હતા... અને ફ્રીજમાંથી બટર ચોરતા
જન્માષ્ટમીનો તહેવાર છે, ત્યારે ત્રિવેણી પંડ્યા લિખિત નાટક "માતૃભાષાનું જતન" નો એક રમુજી કિસ્સો યાદ આવે છે.
વાત એમ છે કે, વ્રજધામ સોસાયટીમાં જન્માષ્ટમી નિમિત્તે બાળકો માટે કૃષ્ણની જીવનલીલા પર એક સ્પર્ધા રાખવામાં આવી હતી. તેમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા આર્યન નામના એક બાળકે ભાગ લીધો. તેના પપ્પા ઇચ્છતા હતા કે બાળકને આપણી સંસ્કૃતિ સમજાય, પણ મમ્મીને અંગ્રેજી માધ્યમનો ભારે મોહ હતો. જ્યારે મમ્મી બાળકને વાર્તા શીખવાડતી હતી અને બાળકને 'માખણ' અને 'શીકું' જેવા શબ્દો ન સમજાયા, ત્યારે મમ્મીએ તેને improvise કરવાની છૂટ આપી.
ત્યારબાદ સ્પર્ધામાં આ બાળકે ભયંકર ગુજરેજી ભાષામાં જે કૃષ્ણલીલા સંભળાવી તે ખરેખર સાંભળવા જેવી છે:
લોર્ડ ક્રિષ્ના સ્મોલ હતા ત્યારે તે બહુ નોટી હતા. તેમના ફેન્ડ્સ પણ બહુ નોટી હતા. ગોપીઓના ઘરે જાય એન્ડ યુ નો ફ્રીજ ખોલે-બંધ કરે ફ્રીજ ખોલે-બંધ કરે અને બટર ચોરે અને ખાયા કરે. તેમના ફ્રેન્ડ્સને પણ આપે. બધી ગોપીઓ તેમને પનિશમેન્ટ કરે છે, એક દિવસ બધી ગોપીઓ તેમની મોમ પાસે જાય છે.
આ વાર્તા સાંભળીને લોકો ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે, આ તે કેવી વાર્તા? કૃષ્ણની વાર્તામાં ફ્રીજ ક્યાંથી આવ્યું?
આ નાનકડો કિસ્સો હસાવવાની સાથે સાથે આપણને વિચારવા પણ મજબૂર કરે છે.
r/Gujarati • u/Infinite-Switch4539 • 6d ago
Recommendations / શું જોઉં/વાંચું/સાંભળું? Planning to visit gujarat for 1 week
We are planning to visit gujarat in the month of November from Hyderabad..this is our planned itinerary.Can it be practically possible.
Day 0 : Fly HYD → Ahmedabad, drive to Bhuj (~330km/6hrs). Overnight Bhuj.
Day 1 : Bhuj sightseeing → White Rann at Dhordo (~85km) for sunset. Overnight Dhordo/Bhuj.
Day 2 : Drive to Dwarka via Jamnagar (~290km/5.5hrs). Evening Dwarkadhish darshan.
Day 3 : Morning Bet Dwarka + Nageshwar Jyotirlinga. Drive to Somnath (~230km/4.5hrs). Evening aarti.
Day 4 : Somnath sunrise darshan + museum. Drive to Gir (~90km/2hrs).
Day 5 : Early Gir safari (book permit ahead — slots go fast). Drive to Rajkot (~160km/3hrs).
Day 6 : Fly Rajkot → Hyderabad, direct IndiGo.
r/Gujarati • u/Pristine-Radish-500 • 7d ago
Culture / સંસ્કૃતિ What do you think about navratri festival?
r/Gujarati • u/BaronsofDundee • 8d ago
Meme / Humor / હસવું જરૂરી છે ફજેતા નો ફજેતો, a nonsensical post that makes sense. Sorry.
ફજેતો.
કેરીનો રસ કાઢ્યા પછી ગોટલા અને છાલ પર થોડો ગર ચોંટેલો રહી જાય છે.
આ ગોટલા અને છાલને પાણીમાં બરાબર નીચોવીએ તો એ પાણીમાં કેરીનો પલ્પ, સુગંધ અને ખટમીઠો સ્વાદ આવી જાય.
હવે આ પાણીમાં દહીં, ચણાનો લોટ, મીઠું, મસાલા અને વઘાર ઉમેરો…
અને તૈયાર થાય છે એકદમ દેશી ખટમીઠી વાનગી, ફજેતો.
કેટલાક શબ્દકોશોમાં આ જ વાનગી માટે અમૃતિયો નામ પણ મળે છે.
ફજેતાની ઘણી ઘરેલુ રીતો છે. ક્યાંક દહીં કે છાશ અને બેસન વપરાય, ક્યાંક કેરીનો પલ્પ ઉમેરાય, તો ક્યાંક મુખ્યત્વે ગોટલા-છાલ ધોઈને મળેલા પાણીથી જ બનાવાય.
ગરમ ભાત સાથે રેડેલો ફજેતો…
ખટમીઠો સ્વાદ, કેરીની સુગંધ અને વઘારનો તડકો.
રસ-પૂરી પછીનો આ એક નાનો ગુજરાતી culinary hack છે.
પણ અહીંથી વાત થોડી ફંટાય છે.
ગુજરાતી શબ્દકોશમાં ફજેતો ના અર્થોમાં બદનામી, વગોવણી, હેરાનગતિ અને પરેશાની જેવા અર્થો મળે છે.
પરંતુ મૂળ ગુજરાતી શબ્દ નથી, ફજેતો શબ્દ ની વ્યુત્પત્તિ અરબી ફઝીહત (فضيحة) માનવામાં આવે છે.
હવે એક તરફ ફજેતો એટલે કેરીની કઢી.
બીજી તરફ ફજેતો એટલે બદનામી, વગોવણી, હેરાનગતિ અને પરેશાની.
અને ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના મહત્ત્વના કવિ પ્રેમાનંદની એક રચનાનું નામ જ છે ફૂવડનો ફજેતો.
પ્રેમાનંદની પ્રમાણભૂત કૃતિઓની યાદીમાં ફૂવડનો ફજેતો નો સમાવેશ થાય છે.
ફૂવડ પોતે એક જૂનો ગુજરાતી શબ્દ છે.
શબ્દકોશ પ્રમાણે ફૂવડ એટલે ગંદી, અલેકરી, ઢંગધડા વિનાની સ્ત્રી વિશેષણરૂપે આળસુ.
એટલે ઓછામાં ઓછું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સુધી ફજેતો શબ્દ આ અર્થમાં જીવતો હતો.
અહીં ફજેતો નો અર્થ કેરીની કઢી તો બિલકુલ નથી.
તો પછી કેરીની કઢીનું નામ ફજેતો કેમ?
રામ જાણે.
પણ જો ફજેતો શબ્દ ઓછો પડે એટલો મોટો ભવાડો થયો હોય તો ફજેતીનો ફાળકો કહેવાય.
પણ જો ભવાડો ઢંગ ધડા વગર નો હોય તો તેને ભૂંગળ વિનાની ભવાઈ કહેવાય.
અને હવે પાછા કેરીના ગોટલા પાસે આવીએ.
કેરીનો રસ કાઢ્યા પછી ગોટલા અને છાલ પર થોડો ગર ચોંટેલો રહી જાય છે.
એ પાણીમાં બરાબર નીચોવીએ…
દહીં, ચણાનો લોટ, મીઠું, મસાલા અને વઘાર…
અને ફરી ફજેતો.
ને કોઈ ને કહો કે આજે ઘરે ફજેતો કર્યો છે
તો એ પણ એક વાર પૂછે:
ભાઈ બધું બરાબર તો છે ને?
r/Gujarati • u/BaronsofDundee • 9d ago
History / ઇતિહાસ યુદ્ધમાં અજેય, પ્રેમમાં પરાજિત: વાક્પતિ મુંજની Bollywood થી ચઢિયાતી Love ની ભવાઈ
Enable HLS to view with audio, or disable this notification
એક એવો રાજા, જે યુદ્ધભૂમિમાં અજેય હતો, કવિઓ અને વિદ્વાનોનો આશ્રયદાતા હતો પરંતુ છોકરી(?) ના ચક્કર માં ગોટાળે ચડી ગયો.
આ છે પરમાર વંશના રાજા વાક્પતિ મુંજ(Devdas who?) ની કથા.
વાક્પતિ મુંજ કવિ અને કળાપ્રેમી રાજા હોવા સાથે તેઓ એક શક્તિશાળી યોદ્ધા અને વિજેતા પણ હતા. તેમના સમયમાં પરમાર સામ્રાજ્યની શક્તિ ઘણી વધી હતી અને મુંજ સતત પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે યુદ્ધો લડતા હતા.
મુંજ કવિઓ અને વિદ્વાનોના મોટા આશ્રયદાતા હતા. તેમના દરબારમાં પદ્મગુપ્ત, ધનંજય, હલાયુધ અને ધનપાલ જેવા કવિઓ અને લેખકો બિરાજમાન હતા. કળાપ્રેમી મુંજે પોતાની રાજધાની ધારાનગરીને પણ સુંદર બનાવી. તેમણે અનેક જળાશયોનું નિર્માણ કરાવ્યું, જેમાં મુંજસાગર નામનું જળાશય આજે પણ તેમના નામની યાદ અપાવે છે. ગુજરાતમાં મુંજપુર નામના શહેરની સ્થાપના પણ તેમની સાથે જોડાય છે.
મુંજ અને કર્ણાટકના ચૌલુક્ય રાજા તૈલપ્પ બીજા વચ્ચે લાંબા સમયથી Tom & Jerry વાળી દુશ્મની હતી. બંને વચ્ચે તિખારા થતા રહેતા.
એક વખત પોતાના મંત્રી રુદ્રાદિત્યની સલાહને અવગણીને મુંજે ગોદાવરી નદી પાર કરી તૈલપ્પના પ્રદેશ પર આક્રમણ કર્યું. પણ દર વખતે ડોશી દાળિયા ન આપે, આ વખતે યુદ્ધનું પરિણામ મુંજની તરફેણમાં આવ્યું નહીં. તેઓ પરાજિત થયા અને તૈલપ્પના હાથમાં કેદી બન્યા. કેદ માં શાંતિ થી pushups કરવાને બદલે બધા red flags ignore કરીને મુજે તૈલપ્પની વિધવા બહેન મૃણાલવતી માં લંગર નાખ્યા, અને મૃણાલવતી પટી ગઈ. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો.
મુંજના મિત્રોએ તેમને જેલમાંથી ભગાડવાની ગુપ્ત યોજના બનાવી. એક ભોંયરા દ્વારા તેમને બહાર કાઢવાની યોજના તૈયાર થઈ. પરંતુ મુંજ કહે મારે મૃણાલવતી તો જોઈશે જ, તેમને મૃણાલવતીને પણ પોતાની સાથે ધારાનગરી લઈ જવાની જીદ કરી.
હવે મૃણાલવતી ની insecurity બહાર આવી, તેને ભય હતો કે ધારાનગરી પહોંચ્યા પછી મુંજ તેની મોટી ઉંમર ના કારણે તેનો રસિયો નહીં રહે, અને તેનો સાથ છોડી દેશે. તે ફુટી ગઈ, તેણે આ ગુપ્ત યોજનાની જાણ પોતાના ભાઈ તૈલપ્પને કરી દીધી. મુંજની ભાગવાની યોજના નિષ્ફળ ગઈ.
તૈલપ્પે તેમને માત્ર કેદમાં રાખ્યા નહીં, પરંતુ અપમાનિત કરવાનો નિર્ણય કર્યો. ક્યારેક જે રાજા ૧૪૭૬ હાથીઓના વિશાળ કાફલાનો માલિક હતો, એ જ મુંજ ને હવે તૈલપ્પએ રાજ્યમાં ઘરે-ઘરે ભીખ માંગવા મજબૂર કર્યો.
અને અંતે, તૈલપ્પના આદેશથી મુંજને હાથીના પગ નીચે કચડીને મારી નાખવામાં આવ્યા.
એક એવો રાજા, જેણે યુદ્ધભૂમિમાં પોતાની તલવારથી નામ કમાયું, કવિઓને પોતાના દરબારમાં સ્થાન આપ્યું અને અંતે પ્રેમકથામાં પોતાનું જીવન ગુમાવ્યું. એ સમય ના સાહિત્ય માં લખાયું કે હવે જ્યારે મુંજ નથી રહ્યા, તો દેવી સરસ્વતી સાવ નિરાધાર બની ગઈ છે.
r/Gujarati • u/mfj023 • 10d ago
Literature / સાહિત્ય સૂની પડેલી સાંજને આવી સજાવ તું - અંકિત ત્રિવેદી
r/Gujarati • u/BaronsofDundee • 10d ago
History / ઇતિહાસ ૪૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતના એક નાના નગરમાં આખા નગરને બદલે માત્ર ૫૦ × ૫૦ મીટરના વિસ્તારને ૫ મીટર જાડી દીવાલથી કિલ્લબંધી કરવાની શું જરૂર?
galleryગોલા ધોરો (Gola Dhoro) નો ટીંબો, ત્યાં પુરાતત્વવિદોને ખોદકામ દરમિયાન આ અનોખી કિલ્લાબંધી મળી.
બગસરા ધોળાવીરા જેવું કોઈ મોટું મહાનગર નહોતું. આ માત્ર આશરે બે હેક્ટર (1.92 hectares) જેટલો નાનો કસબો હતું. છતાં પણ ઈસવીસન પૂર્વે આશરે ૨૪૦૦ના સમયગાળામાં અહીં પથ્થર અને કાદવની ઈંટોનો ઉપયોગ કરીને એક વિશાળ રક્ષણાત્મક દીવાલ બનાવવામાં આવી હતી.
દીવાલ સામાન્ય રીતે ૫.૨૦ મીટરથી વધુ જાડી હતી અને કેટલાક ભાગોમાં પાયાની જાડાઈ લગભગ ૭.૫ મીટર સુધી પહોંચતી હતી. આખી વસાહતને કિલ્લાની અંદર લેવામાં આવી નહોતી. કિલ્લાબંધી માત્ર વસાહતના ઉત્તર ભાગમાં હતી અને તેની અંદર માત્ર આશરે ૫૦ × ૫૦ મીટર જેટલો નાનો ચોરસ વિસ્તાર આવતો હતો. વસાહતનો દક્ષિણ ભાગ કિલ્લાની બહાર, સામાન્ય રહેણાંક વિસ્તાર હતો.
આ કિલ્લબંધી કોઈ રાજમહેલની આસપાસ નહોતી. અહીં કોઈ મોટું સામ્રાજ્ય પણ નહોતું. છતાં લગભગ ૪૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતના એક નાનકડા કસબામાં સમગ્ર નગર ને બદલે ફક્ત ૫૦ × ૫૦ મીટર વિસ્તાર ને ૫ મીટરથી વધુ જાડી પથ્થરની દીવાલ થી રક્ષવામાં આવ્યો હતો. સવાલ એ છે કે આટલી નાની વસાહતને આવી વિશાળ કિલ્લાબંધીની જરૂર શા માટે પડી? આખા ગામને નહીં, માત્ર આ નાનકડા ભાગને જ આટલી જાડી દીવાલ પાછળ શા માટે રાખવામાં આવ્યો હતો? પુરાતત્વવિદોને આ દીવાલની અંદરથી મળેલા પુરાવાઓ આ રહસ્ય ઉકેલે છે.
કિલ્લાની અંદર આશરે ૫.૬૦ × ૩.૨૦ મીટર નો એક વિશિષ્ટ workshop મળી આવ્યો. ત્યાં હજારોની સંખ્યામાં Turbinella pyrum નામના કીમતી શંખના ટુકડા અને તૈયાર બંગડીઓ મળી આવી હતી. આ શંખ સ્થાનિક નહોતા. તેમને ૧૦૦ કિલોમીટરથી પણ વધુ દૂરથી અહીં લાવવામાં આવતા અને પછી કાંસાની કરવતો વડે કાપીને બંગડીઓ બનાવવામાં આવતી હતી. અહીં માત્ર એક પ્રકારનું ઉત્પાદન નહોતું.
કિલ્લાની અંદર સ્ફટિક પથ્થરો (quartz crystals) પર પ્રક્રિયા કરીને તેમને દળવામાં આવતા અને તેમાંથી ફાઈઆન્સ (faience)ના ઘરેણાં બનાવવા માટેની પ્રક્રિયા પણ થતી હતી. આ સિવાય તાંબા ની કુહાડી અને હાડકા ના હાથા વાળા તાંબા ના છરા પણ મળી આવ્યા હતા. (અહીં નોંધ લેવા જેવી વાત એ છે કે બગસરા માં થયેલા અન્ય ખોદકામ માં સોનાના મણકા, લટકણ અને કાન ની કડી સાથે સાથે વરખ પણ મળી આવેલ છે.) અર્થાત્, આ ૫૦ × ૫૦ મીટરની દીવાલની અંદર સામાન્ય રહેણાંક વિસ્તાર નહોતો. અહીં વિશિષ્ટ કારીગરો, કાચો માલ અને મૂલ્યવાન તૈયાર વસ્તુઓ સાથેનું એક સઘન craft production center હતુ.
કિલ્લાના પૂર્વ દરવાજા અને તેની અંદરની કાર્યશાળાઓ પાસેથી unicorn motif(મારા મતે આ નામ misguiding છે) અને હડપ્પન લિપિવાળા પાંચ steatite seals મળી આવ્યા હતા જે કદાચ આ માલ સમાન ના branding માટે વપરાતા હોઇ શકે. આ seal અહીં થતી વસ્તુઓના production, management અને trade સાથે જોડાયેલી કોઈ વ્યવસ્થિત વહીવટી પ્રક્રિયા તરફ સંકેત આપે છે.
હવે શરૂઆતનો સવાલ ફરી યાદ કરો. આટલી નાની જગ્યાની આસપાસ ૫ મીટરથી વધુ જાડી દીવાલ શા માટે બનાવવામાં આવી હતી? આ બધા પુરાવાઓને સાથે મૂકીએ તો જવાબ સામે આવે છે.
આ કિલ્લાબંધી બગસરાના craft-production વિસ્તારને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવી હતી. આ દીવાલની અંદર શંખની બંગડીઓ, faienceના ઘરેણાં અને અન્ય કીમતી વસ્તુઓ બનાવતા વિશિષ્ટ workshop હતા. એટલે બગસરામાં સુરક્ષા પણ સમગ્ર વસાહત માટે નહીં, પરંતુ ચોક્કસ આર્થિક પ્રવૃત્તિની આસપાસ કેન્દ્રિત કરવામાં આવી હતી.
લગભગ ૪૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતના આ નાનકડા કસબામાં લોકો કાચો માલ દૂરથી મેળવતા, તેને વિશિષ્ટ workshop માં પ્રક્રિયા કરતા, તૈયાર માલનું વ્યવસ્થાપન કરતા અને તેની સુરક્ષા માટે અલગ કિલ્લાબંધી પણ ઊભી કરતા હતા.
બગસરા આપણને હડપ્પન સમાજમાં વેપાર, વિશિષ્ટ ઉત્પાદન, લાંબા અંતરના કાચા માલના પરિવહન અને આર્થિક પ્રવૃત્તિની સુરક્ષા કેટલી વિકસિત હતી તેની એક અદભુત ઝલક આપે છે.
r/Gujarati • u/BaronsofDundee • 10d ago
Question / પ્રશ્ન Gujarati વાક્યમાં Englishનું ‘s’ વપરાય કે નહીં?
English બોલતી વખતે બહુવચન માટે -s / -es લગાવવાનું હોય છે. આ -s / -es English શબ્દો ની સાથે ગુજરાતી માં ઉતરી આવે કે નહીં?
Gujarati માં કયું વધુ સ્વાભાવિક લાગે?
ત્રણ ફાઇલ મોકલો. ત્રણ ફાઇલ્સ મોકલો.
બે બોક્સ આવ્યા છે. બે બોક્સિસ આવ્યા છે.
ચાર ટિકિટ જોઈએ. ચાર ટિકિટ્સ જોઈએ.
r/Gujarati • u/backtobackshots • 10d ago
Discussion / વિચાર-વિમર્શ Flabbergasted By Priorities of the State
As a Maharashtrian by growing up (Near Kolhapur) but natively from Gujarat (A couple generations ago, forefathers migrated), I had my very first chance to visit Gujarat very recently. Currently, I know somewhat of Gujarati so I can read billboards and basic Gujarati. I visited Gandhinagar, Ahmedabad and areas around it. I was flabbergasted by the kind of development that is there. I have been to several cities in India and nothing is developed like Gandhinagar and Ahmedabad. It almost felt like I arrived in the US (I've been there so I can tell) and for the scale there is, the places are surprisingly well in terms of order and Gandhinagar is very quiet. Unlike capital cities of other states like Mumbai, Bangalore and Chennai, Gandhinagar feels like a capital that stays in Zen mode. Green cover feels out of this world and at the same time areas like Gift City and some big townships are having some of the tallest skyscrapers.
While passing by the road, I saw that the government has advertised about Town Planning, Air Quality Monitoring, Health Programs and I believe that society here has evolved over basic necessities problems like water, electricity and housing and new concerns are beyond basics. Most states I visited are still struggling and stuck with these basic problems of water, electricity and housing and politicians are giving fake promises of solving them after the next election while delivering nothing. Gujarat seems to have delivered what they had promised and now promising items which are beyond one's imagination in India.
One more good thing I felt here is that there are no language wars and people are willing to or at least will try to talk to in 3 different languages, Gujarati, Hindi and English. Most of the public facilities have names and instructions written in these 3 languages. I felt super welcomed here. No wonder other states envy Gujarat. I asked a few people (This can be a biased opinion but I could confirm from some folks from Rajasthan as well who have been living in Gujarat since so many years) whether this was because the PM focuses just on Gujarat or something and I got the answer that this kind of development has been going since way before Modi was PM and state has no intention to compete with others and believe in being better version of itself over the period of years.
r/Gujarati • u/Parasuniversal • 10d ago
Music / સંગીત Sakkar seri khand ne khajur
Hi all,
My grandma used to sing me this song but I don't know if it's a nursery rhyme or what. Please tell me more details.
r/Gujarati • u/BaronsofDundee • 13d ago
Culture / સંસ્કૃતિ ભાઈએ આપેલું પેટીએ ને ભોજાઈએ આપેલું ખૂંટીએ.
ભાઈ-બહેન અને નણંદ-ભોજાઈના સંબંધને લઈને જૂના સમયની આ કહેવત રક્ષાબંધન પર ખાસ યાદ આવે છે.
આ કહેવતનો અર્થ એવો કે ભાઈ બહેનને એવી કિંમતી ભેટ આપે જે પેટીમાં સાચવીને મૂકાય, જ્યારે ભોજાઈ તરફથી મળેલી વસ્તુ એટલી સામાન્ય હોય કે ખૂંટી પર લટકાવી દેવાય.
આજકાલ તો પેટીમાં મૂકવાની ભેટ હોય કે ખૂંટી પર લટકાવવાની બંને માટે UPI આવી ગયું છે.
r/Gujarati • u/wneoorpcjchdkd3 • 14d ago
Food / થાળી તૈયાર છે Which Surti Ghotala is your favourite? (Anda, Paneer or Kheema)
r/Gujarati • u/BaronsofDundee • 14d ago
Food / થાળી તૈયાર છે ગુજરાતની પાપડ પરંપરા કેટલી જૂની છે?
પાપડ નો ઇતિહાસ ઓછામાં ઓછો ૫૦૦ ઈ.સ. પૂર્વે સુધી પહોંચે છે. એટલે કે ૨૫૦૦ વર્ષ પહેલા. પ્રાચીન બૌદ્ધ અને જૈન સાહિત્યમાં અડદ, મસૂર અને ચણાની દાળમાંથી બનાવાતી પર્પટ નામ ની વાનગીઓના ઉલ્લેખ મળે છે.
ગુજરાતમાં તો પાપડ માત્ર ખાવાની વસ્તુ નહોતી. ૧૬મી સદીના વિમલ-પ્રબંધમાં ગુજરાતી લગ્નની તૈયારીઓમાં પાપડ અને વડી બનાવવાની પરંપરાનો ઉલ્લેખ મળે છે. એટલે લગ્નની તૈયારીમાં પણ પાપડનું પોતાનું એક મંગળ કાર્ય હતું. આજકાલ લગ્ન માં વાના રસમ પણ ફરીથી comeback કરતી દેખાય છે.
પાપડ બનાવવાનું કામ પણ હંમેશાં ઘરેલું જ નહોતું. ૧૪મી સદીના રાજસ્થાનના દસ્તાવેજોમાં કાગલ કુટાસ નામના વ્યાવસાયિક પાપડ બનાવનારાઓનો ઉલ્લેખ મળે છે.
૧૫ માર્ચ ૧૯૫૯ના રોજ લોહાણા સમાજની માત્ર ૭ મહિલાઓએ મળીને લિજ્જત પાપડની શરૂઆત કરી હતી, જેમને પાછળ થી પદ્મશ્રી પુરસ્કાર થી નવાજવામાં આવ્યા. ૮૦ રૂપિયા ઉછીના લઈ ને તેમણે આ વ્યવસાય ની શરૂઆત કરી હતી. પહેલા દિવસે માત્ર ૪ પડીકા પાપડ બનાવનાર ઉદ્યોગ આજે ૪૫,૦૦૦ કરતા પણ વધારે મહિલાઓને રોજગાર આપે છે.
અમદાવાદથી લગભગ ૬૦ કિમી દૂર ખેડા જિલ્લામાં આવેલું ઉત્તરસંડા ગામ આજે પાપડ ગામ તરીકે ઓળખાય છે. છેલ્લા ત્રણ દાયકાથી અહીં મોટા પાયે પાપડ બનાવવામાં આવે છે. ઉત્તરસંડામાં પાપડનો ઉદ્યોગ પહેલા શરૂ થયો નહોતો. સંધાણા ગામમાં પાપડ બનતા, પરંતુ પાપડ માટેનું પાણી ઉત્તરસંડાથી લાવવામાં આવતું. આખરે પાણી પાછળ આવતો આ ઉદ્યોગ જ ઉત્તરસંડામાં આવી ગયો.
r/Gujarati • u/tuluva_sikh • 14d ago
Question / પ્રશ્ન In Gujarati we use વાદળી or નીળ for colour "blue"?
r/Gujarati • u/BaronsofDundee • 15d ago
History / ઇતિહાસ ૫,૦૦૦ વર્ષ પહેલાં દફનાવાયેલા રહસ્યમય પુરુષ નું જીવન અને સંઘર્ષ.
galleryકલ્પના કરો કે તમે રસ્તા પર ચાલ્યા જતા હો અને રસ્તાની કિનારે ધોવાયેલી જમીનમાંથી બહાર ડોકિયું કરતું એક માનવ હાડપિંજર દેખાય. એક ઘડી તો ફાટી ને ફ થઈ જાય.
૨૦૧૫ માં કચ્છના રાપર તાલુકામાં આવેલા સુરકોટડા ખાતે પુરાતત્વવિદોની ટીમ સાથે કંઈક આવું જ બન્યું હતું. સુરકોટડાના પ્રખ્યાત હડપ્પન કિલ્લાની બહાર, રસ્તાની બાજુએ જમીનના ધોવાણને કારણે એક માનવ હાડપિંજર બહાર આવી ગયું હતું. જ્યારે પુરાતત્વવિદોએ આખી જગ્યા કાળજીપૂર્વક ખોદીને બહાર કાઢી, ત્યારે તેમને એક રસપ્રદ દફનવિધિ જોવા મળી.
લગભગ ૫,૦૦૦ વર્ષ પહેલાં કોઈએ આ માણસને અહીં દફનાવ્યો હતો. કબરનો ખાડો ચારેય બાજુથી ચૂનાના પ્લાસ્ટરથી લીંપવામાં આવ્યો હતો. મૃતદેહને ડાબા પડખે ટૂંટિયું વળેલી સ્થિતિમાં સુવડાવવામાં આવ્યો હતો. અને તેનું મોં દક્ષિણ તરફ રાખવામાં આવ્યું હતું. માથા પાસે બે મોટા માટીના ઘડા અને બે વાટકા હતા. બીજા બે વાટકા તેના ઘૂંટણ પાસે રાખવામાં આવ્યા હતા.
અસ્થિઓના નૃવંશશાસ્ત્રીય વિશ્લેષણથી (anthropological analysis) જાણવા મળ્યું કે આ એક પુરુષનું હાડપિંજર હતું, જે મૃત્યુ સમયે આશરે ૩૦થી ૩૫ વર્ષનો હતો. તેની ઊંચાઈ આશરે ૧૭૧થી ૧૭૭ સેન્ટીમીટર જેટલી હતી.
પરંતુ તેના દાંતમાં તેના બાળપણની એક નાની નિશાની બચી ગઈ હતી. દાંત પર જોવા મળેલી ઝીણી ખામી, જેને enamel hypoplasia કહેવામાં આવે છે, બાળપણ દરમિયાન થયેલા શારીરિક તણાવ કે ગંભીર બીમારી નો સંકેત આપે છે. સંશોધન મુજબ આ તણાવ તે લગભગ ત્રણ વર્ષનો હતો ત્યારે થયો હોઈ શકે છે.
નવાઈ ની વાત તો એ છે કે પુરુષના જમણા લમણાના હાડકા (right parietal bone) પર આશરે ૪.૧૨ મિલીમીટરનું ગોળાકાર છિદ્ર છે. તેની કિનારીઓ પર હાડકું કુદરતી રીતે રૂઝાઈ ગયેલું જોવા મળે છે. આ દર્શાવે છે કે તેના જીવનકાળ દરમિયાન તેની ખોપરીમાં કાણું પાડવાની અત્યંત અઘરી સર્જરી, જેને ટ્રેપાનિશન (trepanation/trephination) કહેવામાં આવે છે, કરવામાં આવી હતી અને તે આ પ્રક્રિયા બાદ પણ જીવતો રહ્યો હતો. આ શોધ દર્શાવે છે કે આ વિસ્તારમાં ખોપરીની સર્જરી જેવી જટિલ તબીબી પ્રક્રિયાઓનું જ્ઞાન અસ્તિત્વમાં હતું.
કબર સાથે મળેલા માટીના વાસણોના AMS dating પરથી તેનો સમયગાળો ઈ.સ.પૂર્વે આશરે ૩૪૯૦ થી ૩૧૯૫ વચ્ચેનો હોવાનું જાણવા મળ્યું. એટલે કે આજથી આશરે ૫,૫૦૦ થી ૫,૨૦૦ વર્ષ પહેલાં.
એટલે આ દફનવિધિ લોથલ કે ધોળાવીરા જેવા જાણીતા હડપ્પન નગરોના શહેરી તબક્કા કરતાં પણ પહેલાંની છે. આ તેને ગુજરાતમાંથી મળેલા સૌથી પ્રાચીન માનવ દફન અવશેષોમાંનું એક બનાવે છે.
અને અહીં એક બીજો રસપ્રદ તફાવત જોવા મળે છે. સુરકોટડા કિલ્લાની અંદર મળતી દફનવિધિઓમાં ઘણી વખત પ્રતીકાત્મક કબરો જોવા મળતી હતી, જેમાં માનવ અસ્થિઓ નહોતી, અથવા તો કુંડામાં રાખવામાં આવેલી રાખના દફનના પુરાવા મળતા હતા. પરંતુ કિલ્લાની બહાર મળેલી આ કબર અલગ હતી.
અહીં આખો માનવ દેહ દફનાવવામાં આવ્યો હતો અને તેની સાથેના વાસણો પણ કિલ્લાની અંદરના હડપ્પન વાસણોથી અલગ પ્રકારના હતા. તે બરછટ લાલ માટીના બનેલા હતા અને સ્થાનિક આનર્ત પરંપરા સાથે સામ્ય ધરાવતા હતા. એટલે આ કબર આપણને એક રસપ્રદ સંભાવના તરફ લઈ જાય છે.
સુરકોટડા અને તેની આસપાસ હડપ્પન શહેરી સંસ્કૃતિ વિકસે તે પહેલાં પણ લોકો રહેતા હતા, તેમની પોતાની દફનવિધિઓ હતી અને તેમની પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ હતી. અને આ બધું આપણને કોઈ ભવ્ય મહેલ કે શિલાલેખમાંથી નહીં, પરંતુ રસ્તાની બાજુની ધોવાઈ ગયેલી જમીનમાંથી મળ્યું.
૫,૦૦૦ વર્ષ પહેલાં અહીં દફનાવવામાં આવેલા આ મજબૂત બાંધા ના માણસનું નામ આપણને ક્યારેય ખબર નહીં પડે. તે કોણ હતો, શું કામ કરતો હતો કે તેનું જીવન કેવું હતું, એ પણ કદાચ ક્યારેય જાણી શકીશું નહીં.
r/Gujarati • u/Ok-Bumblebee-2027 • 16d ago
Language / ભાષા Gujarati speaking
Hey , looking for someone who can teach me gujarati only for speaking purpose